Thursday, March 31, 2011

Gujarat Railway - ટ્રેનમાં મોબાઇલ ફોનમાંમ્યુઝિકઅને ભજનો વગાડશો તો છ મહિનાની કેદ

ગયા વર્ષે સેન્ટ્રલ રેલ્વેએ ભજનો કે મોટા અવાજે ગીતો ગાવા કે પત્તા રમવાના ગુનાસર ૬૦૮ કેસ નાધ્યા હતા.

લોકલ તથા લાંબા અંતરથી ટ્રેનોમાં મોટા અવાજે મોબાઇલ ફોનના મ્યુઝિક અને ભજનો વગાડવામાં આવે છે. આ બાબતે કરવામાં આવેલી ફરિયાદોને પગલે રેલ્વેતંત્રએ ટ્રેનમાં આવુ મ્યુઝિક વગાડવા અને ભજનો ગાતા લોકોને સજા આપવાનું નક્કી કર્યું છે. હવેથી સહપ્રવાસીઓને મોટા અવાજના સંગીત કે ભજનો દ્વારા હેરાન કરતી વ્યકિતને છ મહિનાની જેલની સજા અથવા ૫૦૦ રૂપિયાનો દંડ અથવા બંને થઇ શકે છે. મોટા અવાજના સંગીતને લગતી ફરિયાદ માટે રેલ્વે સત્તાવાળાઓએ રેલ્વે પ્રવાસી હેલ્પલાઇન શરૂ કરી છે.

રેલ્વેના સૂત્રોએ જણાવ્યું કે ટ્રેનોમાં અવાજના સંગીતને લગતી ફરિયાદ કરવા આવનાર ફરિયાદીએ ફરિયાદની સાથે પૂરતી વિગતો આપવાની રહેશે.પ્રવાસીઓ માટે પ્રવાસી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

જેમાં વેસ્ટર્નમાં ૯૦૦૪૪-૧૧૧૧૧ અને સેન્ટ્રલમાં ૯૦૦૪૪-૭૭૭૭૭ નંબર પર એસ.એમ.એસ. મોકલીને અથવા જીઆરપી હેલ્પલાઇનને ૯૮૩૩૩-૩૧૧૧૧ નંબર પર ફોન કરી શકાય.

પત્તા રમવાના ગુનાસર ૩૦૮ કેસ નાધાયા હતા અને તેમની પાસેથી ૧,૬૧,૭૫૦ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો.આ વર્ષે ૯૪ પેસેન્જરો સામે કેસ નાધવામાં આવ્યા છે અને ૧૧,૧૫૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

જો કે હજુ સુધી કોઇ પેસેન્જરને લોકપમાં મૂકવામાં આવ્યો નથી. જો કે હવે એ બદલાશે અને ગુનો કરનાર પેસેન્જરને જેલમાં પણ મોકલવામાં આવશે.

No comments:

Post a Comment

First of all thank you very much and Most Welcome for visit my blog especially for Jamnagar Gujarat India, hope you have get informative articles here.
Please always try to keep in touch with this blog for more information, news, historical articles for Jamnagar-Kathiyavad-Saurashtra.


--> Always Welcome

--> Jay Saurashtra

--> Jay Jay Garvi Gujarat

Popular Posts