Saturday, April 9, 2011

Morari Bapu Katha 2011 - ગાંધીનગરમાંતા.૨૩મી એપ્રિલ થી



ગાંધીનગરમાંતા.૨૩મીએપ્રિલથી મોરારિબાપુનીરામકથાનુંઆયોજન ૪૦ હજારની ક્ષમતાવાળો કથામંડપ બનાવાશે.

હેમામાલિની દુર્ગા રજૂ કરશે. ગાંધીનગરમાં આગામી ૨૩મી એપ્રિલથી ૧લી મે દરમિયાન પૂજય મોરારિબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કાૃષ્ણકાંતભાઇ જહાંએ ભવ્ય રામકથાના આયોજન અંગે જણાવ્યું હતું કે ૪૦ હજારની ક્ષમતાવાળો કથામંડપ બનાવવામાં આવશે અને મશહૂર અભિનેત્રી અને સુપ્રસિદ્ધ નાત્યાંગના હેમામાલિની દુર્ગા રજૂ કરશે.

જહાંએ વધુમાં જણાવ્યું હતું કે રામકથામાં દિવસ દરમિયાન બહારગામથી આવતા શ્રાવકો, ભાવિકો માટે દરરોજ બપોરે ભોજનની વ્યવસ્થા વિનામૂલ્યે કરાશે. રામકથા મેદાનમાં અલગ ઉભી કરાયેલી જલારામબાપા જનશાળામાં દરરોજ ૧૫૦૦૦ લોકોને બેસાડી જમાડી શકાશે. આ રામકથા ગાંધીનગરમાં એસટી. ડેપોની પાછળ સેકટર-૧૧માં કથામંડપનું નિર્માણ હાથ ધરાયું છે. મૂળ કથામંડપને ‘કવિવર ઊમાશંકર જોષી સભાગાૃહ’ નામ આપવામાં આવ્યું છે. દ. આફ્રિકાના ડરબન નિવાસી અનિલ દેસાઇએ ભોજન પ્રસાદના મુખ્ય યજમાન તરીકેની જવાબદારી સ્વીકારી છે. જયારે મુખ્ય યજમાનપદે ઊદ્યોગપતિ નારણભાઇ પી. પટેલ રહેશે.

નગરજનોના સહયોગથી યોજાનારી આ રામકથાના આયોજનને સફળ બનાવવા વિવિધ ૨૪ સમિતિની રચના થઇ છે. ૮૫૦ સ્વયંસેવકો આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવે છે. રામકથા દરમિયાન દરરોજ રાત્રે ૯ વાગ્યે સંસ્કારી સાંસ્કાૃતિક કાર્યક્રમોનું આયોજન થયું છે.

જયશંકર સુંદરી કલામંડપમાં નવ દિવસ મશહૂર અભિનેત્રી અને સુપ્રસિદ્ધ નાૃત્યાંગના હેમામાલિની, સુપ્રસિદ્ધ ગાયિકા, અનુરાધા પાડવાલ, કવિ સંમેલન, લોકસાહિત્ય, નાૃત્ય નાટિકા, સુગમસંગીત અને જય-જય ગરવી ગુજરાત જેવા કાર્યક્રમો થશે.

No comments:

Post a Comment

First of all thank you very much and Most Welcome for visit my blog especially for Jamnagar Gujarat India, hope you have get informative articles here.
Please always try to keep in touch with this blog for more information, news, historical articles for Jamnagar-Kathiyavad-Saurashtra.


--> Always Welcome

--> Jay Saurashtra

--> Jay Jay Garvi Gujarat

Popular Posts