Tuesday, March 22, 2011

Jamnagar City District - સરકારી શાળાઓમાં ૨૦૦ જગ્યા ખાલી

હાલારની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક ૫૦૦માંથી ૨૦૦ જગ્યા ખાલી છે. જે કુલ મહેકમના ૪૦ ટકા હોવાથી અભ્યાસને ખુબ જ માઠી અસર પડી રહી છે.

જિલ્લાની સરકારી માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં શૈક્ષણિક તથા બિન શૈક્ષણિક કર્મચારીઓની અંદાજે કુલ ૫૦૦ જગ્યામાંથી ૨૦૦ જેટલી જગ્યાઓ ફેબ્રુઆરી-૨૦૧૧ સુધી ખાલી હોવાની ચોંકાવનારી રજૂઆત સાંસદ વિક્રમભાઇ માડમે ગુજરાતના શિક્ષણમંત્રીને કરી છે. જેમાં જણાવ્યું છે કે, આ ખાલી જગ્યાઓની સંખ્યા કુલ મહેકમના ૪૦ ટકા જેટલી છે.

દરેક શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં બાળકો શાળામાં પ્રવેશ લે તે માટે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ બાળકો અભ્યાસમાં મધ્યાહને પહોંચે ત્યારે તેમને શિક્ષણ આપનાર કોઇ શિક્ષક શાળામાં ન હોય તેવી સ્થિતિને કારણે ભાવિ પેઢીને અધવચ્ચે અભ્યાસ છોડવો પડે છે. જામનગર શહેર-જિલ્લામાં સરકારી શાળાઓમાં આટલી જગ્યાઓ ખાલી હોવાથી જિલ્લાનું માધ્યમિક શિક્ષણ પાંગળુ હોવાનું જણાય છે.

સરેરાશ ૪૦ ટકા જેટલી જગ્યાઓ ખાલી હોય ત્યારે સરકારી શાળાઓમાં છાત્રોને કેવું શિક્ષણ મળતું હશે ? તે સ્વાભાવિક રીતે સમજાય તેવી બાબત છે.


અત્રે નોંધનિય છે કે, સરકારી શાળાઓમાં મોટેભાગે સામાજિક તથા શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં હોય છે.

જ્યારે ૨૦૦ જેટલી જગ્યાઓ ખાલી હોય તે ગંભીર બાબત છે. માટે આ બાબતે તાકીદે પગલાં લેવા અંતમાં જણાવ્યું છે.

From :- Divyabhaskar Gujarati Newspaper

No comments:

Post a Comment

First of all thank you very much and Most Welcome for visit my blog especially for Jamnagar Gujarat India, hope you have get informative articles here.
Please always try to keep in touch with this blog for more information, news, historical articles for Jamnagar-Kathiyavad-Saurashtra.


--> Always Welcome

--> Jay Saurashtra

--> Jay Jay Garvi Gujarat

Popular Posts