Thursday, March 31, 2011

Rajkot News - હાઇજેક બસ રેસ્ટોરાંમાણી શકાશે

હાઇજેકમાં જમવા માટે હાફટિકિટ રૂા. ૨૫૦ની અને કુલ ટિકિટનો ભાવ રૂ. ૪૫૦.

રંગીલા શહેર રાજકોટમાં ‘હાઇજેક’ નામની બસરેસ્ટોરાંમાં પોતાના ગ્રાહકોને દોઢ કલાકની લોન્ગ ડ્રાઇવ પર લઇ જઇને જમાડશે.

જમાડવા માટે કોઇ તમને દૂરદૂર સુધી બસમાં લઇ જાય એવી કલ્પના કયારેય કોઇએ કરી નહ હોય પણ રાજકોટવાસીઓ માટે આ કલ્પના હવે હકીકત બની છે.

રાજકોટમાં શરૂ થઇ ગયેલી ‘હાઇજેક’ નામની બસરેસ્ટોરાંમાં જમવા જનારાને લઇને આ બસ-રેસ્ટોરાં લોન્ગ ડ્રાઇવ પર જશે અને લોન્ગ ડ્રાઇવની મુસાફરી દરમિયાન આ બસમાં ભાત-ભાતના પકવાન પીરસવામાં આવી રહ્યા છે.

અત્રે ઊલ્લેખનીય બાબત એ છે કે અમેરિકા અને કૅનેડામાં આ પ્રકારની બસ-રેસ્ટોરા છે. સાઊથ ઈન્ડિયામાં પણ આ પ્રકારની બસ-રેસ્ટોરાં શરૂ થઇ છે.

‘હાઇજેક બસ રેસ્ટોરા’ દિવસમાં ફકત ત્રણ જ વખત ઊપડશે. બસની દરેક ટિ્રપ દોઢ કલાકની રહેશે. કિચન પણ બસમાં જ છે. રેસ્ટોરામાં ફિકસ એકાવન વાનગીઓ હશે. દિવસમાં ત્રણ ટાઇમ ઊપડનારી આ હાઇજેક
રેસ્ટોરાં ડબલડેકર બસમાં બનાવવામાં આવી છે. બંને ફલોર પર કુલ ૩૦ વ્યકિતની બેઠક વ્યવસ્થા છે.

રંગીલા રાજકોટ શહેરમાં આ ‘હાઇજેક’ બસ રસ્ટોરાં સાંજે ૭ વાગ્યા પછી શરૂ થશે.

No comments:

Post a Comment

First of all thank you very much and Most Welcome for visit my blog especially for Jamnagar Gujarat India, hope you have get informative articles here.
Please always try to keep in touch with this blog for more information, news, historical articles for Jamnagar-Kathiyavad-Saurashtra.


--> Always Welcome

--> Jay Saurashtra

--> Jay Jay Garvi Gujarat

Popular Posts