
માનવતા, લોકસેવા, પ્રેમ, દિલની ભાષા અને સાર્વત્રિક એક જ ભગવાનના સિધ્ધાંતોના હિમાયતી તથા ગરીબનિઃ સહાય-પીડિતોના હામી સત્ય સાંઇબાબાનું મહા પ્રયાણ થતાં તે દેશ વિદેશમાં રહેતા તેમના કરોડો ભકતો શોકમગ્ન બની ગયા હતા.
અલૌકિક વ્યકિતત્વના સ્વામી બની ગયા હતા. અલૌકિક વ્યકિતત્વના સ્વામી સત્ય સાંઇબાબા ખુદ એક આધ્યાત્મિક સંસ્થા સમા હતા. તેમની ઊદાત્ત સેવાભાવના અને નિષ્ઠા તેમના અગણિત ભાવિકો માટે હંમેશાં દિશાસૂચક બનશે. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના પુટ્ટપથી ગામમાં ૨૩મી નવેમ્બર, ૧૯૨૬માં જન્મ લેનારા સાંઇ બાબાનું મૂળનામ સત્યનારાયણ રાજુ હતું.
૧૯મી આકટોબર, ૧૯૪૦ના રોજ ૧૪ વર્ષની વયે તેમણે સંસારિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ લઇ લીધો હતો. આમ માત્ર ૧૪ વર્ષની નાની વયે જ તેમનામાં સંસારત્યાગની ભાવના ઊદ્ભવી હતી. સત્ય સાંઇબાબાનું સેવા સામ્રાજય ભારત સહિત સમગ્ર વિશ્વમાં હતું. વિશ્વ સ્તરે માનવ સેવાનો તેમનો સંદેશો વ્યાપી ગયો હતો. ભારત સહિત સમગ્ર વિશ્વનામાં હતું. વિશ્વ સ્તરે માનવ સેવાનો તેમનો સંદેશો વ્યાપી ગયો હતો. ભારત સહિત વિશ્વના ૧૬૬ દેશોમાં શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, સેવા કેન્દ્રો - સમાવતી પ્રવાત્તિઓ પ્રારંભીને તેમણે વિશ્વ આખાનાં ક્ષેમકુશળની ભાવનાની સુવાસ રેલાવી હતી. ભારતમાં બગ્લોર સ્થિત શ્રી સત્ય સાંઇ ઇન્સ્ટિટ્યૂટ આૅફ હાયર મેડિકલ સાયન્સિસ ૩૩૩ બેડની સુવિધાવાળી હોસ્પિટલ ધરાવે છે.
આવી હોસ્પિટલમાં ગરીબોને વિના મૂલ્ય તબીબી સારવાર પૂરી પાડવામાં આવતાં આ આરોગ્ય ધામ આશીર્વાદ રૂપ સાબિત થયું છે. સત્ય સાંઇબાબાના આશીર્વાદથી આવી અનેક હોસ્પિટલો કાર્યરત છે. સત્ય સાંઇ સેન્ટ્રલ ટ્રસ્ટ કેટલીક જનરલ હોસ્પિટલો, બે સ્પેશ્યાલિટી હોસ્પિટલ, આઇ હોસ્પિટલો અને મોબાઇલ ડિસ્પેન્સરીઓ કાર્યરત છે.
આ સંસ્થાઓ શહેરોના ગરીબ વિસ્તારો - ઝુંપટ પટ્ટીઓમાં તથા ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય શિબિરો યોજીને ગરીબ લોકોને તબીબી સેવાઓ પૂરી પાડવાનું સેવાકાર્ય કરી રહી છે. લોકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરું પાડવામાં પણ સત્ય સાંઇ ટ્રસ્ટ દ્વારા નાધ પાત્ર યોગદાન આપવામાં આવ્યું છે.સત્ય સાઇ ટ્રસ્ટ દ્વારા નાધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. સત્ય સાંઇબાબાનું નિરાલું વ્યકિતત્વ કયારેક વિવાદોમાં પણ ઘેરાયેલું છે તેનો સ્વીકાર પણ કરવો પડે તેમ છે. હાથમાંથી ભસ્મ કાઢવાની અને મામાથી સોનાની ચેન, વાળમાંથી ચલણી સિસ્કા કાઢવાની યુકિતઓ પકડાઇ ગઇ. ત્યારથી તેઓ વિવાદમાં ઘેરાયા હતા. ધન એકઠું કરવું, ઢાગ કરીને ભકતોને પ્રભાવિત કરવા - ચમત્કારો સર્જવા જેવી બાબતોના કારણે બુદ્ધિજીવી વર્ગ તેમનાથી અળગો થતો ગયો હતો. તેમણે એકઠી કરેલી કરોડોની સંપત્તિએ વિવાદ જગાવ્યો છે. પોતે ૯૨માં વરસે માૃત્યુ પામશે તેવી વાતમાં પણ તેઓ જૂઠ્ઠા ઠર્યા છે. સત્ય સાંઇ બાબાની સેવા પ્રવાૃત્તિઓના સ્વીકાર સાથે તેમના જીવનનાં વિવાદાસ્પદ પાસાંઓ પણ ધ્યાને લેવાં રહ્યાં...