Monday, April 25, 2011

Summer Vacation 2011 - દેશ વિદેશની હવાઇ સફર ૨૦ ટકામાઘી બની



લગભગ ૭૨ જેટલી આંતરરાષ્ટ્રીય અરલાઇન્સ ભારત બહાર સંચાલન કરે છે.

વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવમાં થઇ રહેલો વધારો અને પ્રવાસીઓ તરફથી વધેલી માંગને કારણે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે ગયા વર્ષની સરખામણીમાં ૧૫ થી ૨૦ ટકા જેટલો વધારે ખર્ચ કરવો પડશે જેના કારણે વેકેશનના સમયગાળામાં હવાઇ મુસાફરીની મજા માણનારા પ્રવાસીઓને ઊંચા ભાવે હવાઇ મુસાફરી કરવી પડશે.

મધ્યપૂર્વના દેશોમાં સર્જાયેલી કટોકટીની સ્થિતિને કારણે પ્રતિબેરલ બ્રેન્ટ કૂડના ભાવ ૧૨૨ ડોલરની અઢી વર્ષની ટોચે પહાચી ગયો હોવાથી વૈશ્વિક સ્તરે જેટ ઈંધણના ભાવમાં ૩૦ ટકાથી પણ વધુનો વધારો થયો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય અરલાઇન્સને એપ્રિલમાં ઈંધણખર્ચને સરભર કરવા હવાઇ ટિકિટ પર લાગતી વધારાની
રકમના કારણે ભાવ વધારાની ફરજ પડી છે.

પ્રવાસન સૂત્રોના જણાવ્યા અનુસાર લગભગ ૭૨ જેટલી આંતરરાષ્ટ્રીય અરલાઇન્સ ભારત બહાર સંચાલન કરે છે. છેલ્લા એકાદ મહિનામાં સરચાર્જમાં ૨૫ ટકા સુધીનો વધારો થતા હવાઇ ભાડામાં વધારો થયો છે. અત્રે ઊલ્લેખનીય બાબત એ છે કે સગાપુર અૅરલાઇન્સે ફેબ્રુઆરીમાં ઈંધણ સરચાર્જમાં ૧૩ ટકાનો વધારો કર્યો હતો.

સગાપુર અૅરલાઇન્સે ફેબ્રુઆરીમાં મુંબઇ-સગાપુર- મુંબઇની ટિકિટ પર રૂ. ૮૫૫૮નો ઈંધણ સરચાર્જ
વસૂલતી હતી. જે એપ્રિલ માસના વેકેશનના સમયગાળામાં વધીને રૂા.૯૯૨૪ થઇ ગયો છે.

અરલાઇન્સે ૨૧ એપ્રિલ પછી વેચાયેલી ટિકિટ પર વધારાના રૂ. ૧૪૦૦નો ઊમેરો પણ કર્યો હતો. બિ્રટિશ અૅરવેઝે એપ્રિલમાં તેના ઈંધણ સરચાર્જમાં ૧૦ પાઊન્ડ એટલે કે રૂા. ૭૩૦નો વધારો કર્યો છે. ભારતથી વિદેશમાં મુસાફરોમાં સૌથી વધુ પ્રવાસી એમિરેટ્રસમાં પ્રવાસ ખેડે છે. આમ બિ્રટિશ અરવેઝ, લૂફથાન્સા અને
સગાપુર અૅરલાઇન્સની સામે એમિરેટ્રસ મહત્તમ બજાર હિસ્સો ધરાવે છે. ઈંધણના વધતા જતા ખર્ચના કારણે પ્રવાસીઓને આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડવા માટે હવાઇ ભાડાંમાં ૨૦ થી ૨૫ ટકાનો વધારો થયો છે. યુરોપ,
હાગકાગ અને અમેરિકા જવા માટેના ઈકોનોમી કલાસની તમામ ટિકિટો વેચાઇ ગઇ છે જેમ કે રૂ. ૪૫,૦૦૦માં મળતી લંડનની ટિકિટ અઠવાડિયાના છેલ્લા દિવસો દરમિયાન રૂ. ૧૦ હજારથી ૧૨ હજાર વધારે આપો તો મળે છે.

No comments:

Post a Comment

First of all thank you very much and Most Welcome for visit my blog especially for Jamnagar Gujarat India, hope you have get informative articles here.
Please always try to keep in touch with this blog for more information, news, historical articles for Jamnagar-Kathiyavad-Saurashtra.


--> Always Welcome

--> Jay Saurashtra

--> Jay Jay Garvi Gujarat

Popular Posts