Saturday, April 2, 2011

Dwarka Jamnagar - ૧૦૮ કુંડી મહાયજ્ઞ તથા ભાગવત સપ્તાહ

તા. ૪ થી ૧૨ એપ્રિલ દરમિયાન યોજાનારા આ મહોત્સવનાં મુખ્ય પ્રાયોજક કાંકરેજના ધારાસભ્ય.

ભગવાન શ્રીકાષ્ણની નગરી દ્વારકામાં ૪ થી ૧૨ એપ્રિલ દરમિયાન પાયલોટ બાબા દ્વારા શ્રી અષ્ટ મહાલક્ષ્મી ૧૦૮ કુંડી મહાયજ્ઞ ઊપરાંત દંડીસ્વામીના શ્રીમુખથી ‘શ્રીમદ્ સપ્તાહ’ અને કથામાત રસપાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહા ઊત્સવના પ્રાયોજક અને બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારના ધારાસભ્ય બાબુભાઇ દેસાઇએ થોડા સમય પહેલાં દ્વારકામાં જ ભગવાન કાષ્ણનું સુવર્ણ સહાસન બનાવવા ૧.૨૫ કરોડનું દાન આપ્યું છે અને હાલમાં ભગવાન આ સુવર્ણ સહાસન પર બિરાજમાન છે.

દ્વારકામાં યોજાયેલ આ ર્ધાિમક કાર્યક્રમ પાછળનો આશય જણાવતા બાબુભાઇ દેસાઇ કહે છે, ‘સમાજમાં પ્રવર્તેલી અશાંતિ, માનવ માનવ વચ્ચેનો ડર, સમગ્ર સમાજ એક અને નેક બને અને ગુજરાતની ર્સ્વિણમ ભૂમિ વિશ્વશાંતિ માટેના અભિયાન માટેનું પ્લેટફોર્મ બને, એવો મારો આશય હોય છે. હું રાજકારણમાં પૈસા બનાવવા નહ પરંતુ પૈસાને સમાજના સત્કાર્યમાં પાછા આપવા આવ્યું છું.

દ્વારકામાં યોજાનારા આ કાર્યક્રમનાં આકર્ષણમાં વધારો કરવા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં લોકડાયરાના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કાતિક કાર્યક્રમો પણ ભવ્ય રીતે ઊજવાશે.

No comments:

Post a Comment

First of all thank you very much and Most Welcome for visit my blog especially for Jamnagar Gujarat India, hope you have get informative articles here.
Please always try to keep in touch with this blog for more information, news, historical articles for Jamnagar-Kathiyavad-Saurashtra.


--> Always Welcome

--> Jay Saurashtra

--> Jay Jay Garvi Gujarat

Popular Posts