(1) ખાનગી લકઝરીવાળાની કમાણીમાં તડાકો.
(2) રાજયના પ્રવાસન નિગમને આ વેકેશનમાં આવક વધશે !
(3) ભૂજ બ્રાન્દ્રા ર્ટિમનલ એકસપ્રેસ ટ્રેન અત્યારથી જ પેક
રાજયની શાળા કોલેજોમાં હજુ વેકેશન શરૂ નહ થયું હોવા છતાં કચ્છમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. મોટી
સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ કચ્છ આવી રહ્યા છે. ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ‘‘
ખૂશ્બુ ગુજરાત કી’નામની એડમાં ‘કચ્છ નહ દેખા તો કુછ નહ દેખા’ જેવા ઊચ્ચારેલા વાકય બાદ કચ્છના પ્રવાસન ક્ષેત્રે જબરદસ્ત વેગ વધ્યો છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતની શાળા-કોલેજોમાં હજુ વેકેશન શરૂ થયું નથી તેમ છતાં અત્યારથી જ કચ્છમાં દેશ-વિદેશના પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે.
જેના કારણે હાલમાં કચ્છ તરફ પ્રવાસીઓનો ધસારો વધવા લાગ્યો છે. બ્રાન્દ્રાથી ઊપડતી અને ભુજ જતી બ્રાન્દ્રા
ર્ટિમનલ સયાજી નગરી એકસપ્રેસ ટ્રેન તો અત્યારથી જ મુસાફરોથી ખીચોખીચ ભરાઇ જાય છે. જનરલ ડબ્બામાં તો પગ મુકવાની પણ જગ્યા રહેતી નવી જેના પરથી સ્પષ્ટ થાય છે કે ધો.૧૦-૧૨ની પરીક્ષા પૂર્ણ થતા જ લોકો કચ્છની સફરે નીકળી પડ્યા છે તેવી જ રીતે ખાનગી લકઝરીવાળાઓને પણ કમાણીમાં ભારે તડાકો બોલાય છે. રોજની સંખ્યા લકઝરીઓ કચ્છ તરફ જઇ રહી છે.
હજુ પ્રાથમિક શાળામાં વેકેશન પડ્યું નથી. તે પહેલા જ કચ્છમાં લોકોનો ધસારો વધી રહ્યો છે. જયારે બીજી બાજુ કચ્છના બજારોમાં પણ અવનવી ચીજવસ્તુ વેચાણ માટે મુકાઇ છે. તો તેના ભાવ સામાન્ય કરતા બે ગણા વધી
ગયા છે વિદેશી સહેલાણીઓની સંખ્યામાં પણ વધારો થવા લાગ્યો છે.
રાજય સરકાર દ્વારા ગુજરાતને વધુ પ્રસિદ્ધ બતાવવા આ નવતર પ્રયોગ હાથ ધરાયો અને તેને સફળતા પણ મળી છે. રાજયના પ્રવાસન નિગમને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બેથી ત્રણ ગણો નફો થવાની શકયતા છે.
કચ્છના બજારોમાં અવનવી ચીજવસ્તુ વેચાણ માટે મુકાઇ છે. તો તેના ભાવ સામાન્ય કરતા બે ગણા વધી ગયા છે.